નિરંકારી સતગુરુ નો નવા વર્ષ પર ખુશીઓ અને આશીર્વાદ ભર્યો પાવન સંદેશ*

*નિરંકારી સતગુરુ નો નવા વર્ષ પર ખુશીઓ અને આશીર્વાદ ભર્યો પાવન સંદેશ*
નિરાકાર પ્રભુ ને દરેક કાર્ય માં સંમિલિત કરતા આધ્યાત્મિક જાગૃતિ અને સાચી ખુશી નો વિસ્તાર સંભવ – *નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ*
*જામનગર ના શ્રદ્ધાળુઓ એ મિશન ની વેબસાઇટ પર લાઈવ સત્સંગ કાર્યક્રમ નિહાળ્યો*
જામનગર , જાન્યુઆરી 2, 2025 – “નિરંકાર ને દરેક કાર્ય માં સંમિલિત કરી આધ્યાત્મિક જાગૃતિ અને સાચી ખુશી નો વિસ્તાર સંભવ છે.” આ પ્રેરણાદાયક વચન નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ દ્વારા નવા વર્ષના શુભ અવસર પર દિલ્હી સ્થિત ગ્રાઉન્ડ નમ્બર 8, નિરંકારી ચોક, બુરાડી રોડ ખાતે આયોજિત વિશેષ સત્સંગ સમારંભમાં વ્યક્ત કરવામાં આવ્યા. આ સત્સંગ માં દિલ્હી એન.સી.આર. સહીત વિભિન્ન ક્ષેત્રો થી હજારો શ્રદ્ધાળુઓ સંમિલિત થયા. દરેક ભક્તોએ નવા વર્ષના પ્રથમ દિવસે સતગુરુ માતાજી તથા રાજપિતાજી ના પાવન સાન્નિધ્યમાં તેમના દિવ્ય દર્શન અને પ્રેરણાદાયક પ્રવચનો થી આધ્યાત્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો સુખદ આનંદ પ્રાપ્ત કર્યો.
સતગુરુ માતાજીએ તેમના સંબોધનમાં કહ્યું કે “નવું વર્ષ માત્ર 2024 થી 2025 ના આંકડાનું પરિવર્તન છે. ખરેખર આ માત્ર માનવીય મસ્તિષ્ક ની બનાવેલી અવધારણા છે. નિરાકારે સમય અને સૃષ્ટિને બનાવ્યું છે, જેમાં અલગ-અલગ ગ્રહો પર સમયની અલગ અવધારણા હોય છે, તેથી જ નવા વર્ષનો અર્થ છે દરેક ક્ષણને સાર્થક બનાવવું.”
સાચી ખુશી કે આનંદ તો માત્ર નિરાકાર પ્રભુમાં જ સમાહિત છે. આ નવા વર્ષમાં આપણે આપણા જીવનને એવું બનાવવું જોઈએ કે આપણે દરેક વ્યક્તિ સુધી આ સત્યને પહોંચાડી શકીએ. આપણે આપણા જીવન ને એવી રીતે ઢાળવું કે જેથી દરેક ક્ષણ માં નિરાકાર પ્રભુના મહત્વ ને સમજી શકીએ. સેવા, સિમરણ અને સત્સંગ નો વાસ્તવિક અર્થ ત્યારે જ પ્રકટ થશે જયારે આપણે તેને દિલ થી અપનાવીશું. માત્ર મિત્રતા કે સામાજિક દબાવ ના કારણે પોતાની આધ્યાત્મિકતા માં પરિવર્તન ન કરવું જોઈએ. સાચા મન અને જાગૃકતા થી જ આપણે આપણા જીવનને જાગૃકતા થી જોડી શકીશું.
પોતાની જવાદારીઓ નિભાવતા, દરેક કાર્યમાં નિરંકાર પ્રભુ નો સમાવેશ કરવો જરૂરી છે. આ જ તે માર્ગ છે જે આપણા જીવનમાં આધ્યાત્મિક જાગૃકતા અને સંતોષનો વિસ્તાર કરી શકે છે. આ નવા વર્ષમાં આપણે જુના વર્ષના અનુભવોથી શિક્ષા લઇ આપણા અંદરની ખામીઓમાં સુધારો કરી સતગુણોને અપનાવવા જોઈએ. માનવીય ગુણો થી યુક્ત જીવન જ સાચું જીવન છે.
સતગુરુ માતા જી ના પૂર્વે આદરણીય રાજપિતા જી એ પણ સંતો ને સંબોધિત કરતા કહ્યું કે આજના સમયમાં સમાજ અને માનવ જીવન થી પરમાત્માની જિજ્ઞાસા ધીરે ધીરે સમાપ્ત થતી જાય છે. લોકો પરમાત્માના અસ્તિત્વ પર શંકા કરે છે અને સત્ય નો માર્ગ જોવાને બદલે તેને નકારવામાં લાગ્યા છે. આ સ્થિતિ માત્ર એટલા માટે છે કારણકે ઘણા લોકો પરમાત્માને પ્રાપ્ત કરવાનો દાવો કરે છે પરંતુ સાચા પ્રયત્નો નથી કરતા. સતગુરુ ના જ્ઞાન થી આપણને જે સત્ય પ્રાપ્ત થયું છે, તે માત્ર કહેવા અને સાંભળવા સુધી સીમિત ન રહે. તે આપણા જીવનમાં અનુભવાય અને એવું મહેકે કે સમાજ માટે વરદાન બની શકે. આપણું જીવન પરમાત્મા પ્રત્યે પ્રેરિત કરનારું બને, ન કે માત્ર દેખાડો રહે.
આ નવવર્ષ ના અવસર પર સતગુરુ માતાજી એ દરેક શ્રદ્ધાળુ માટે સુખ, સમૃદ્ધિ અને આનંદમય જીવન ની શુભકામના પ્રદાન કરી.




