DAHOD

ઝાલોદ તાલુકાના ચૌદ ગામના આદિવાસી ખેડૂતોની માંગણી પુરી કરાવવા લડતા મૂકેશ ડાંગી કોરિડોર હાઇવેનું કામ બંધ કરવા જતા પહેલા લીમડી પોલીસ દ્વારા મુકેશભાઈ ડાંગી ની ધરપકડ

તા.૧૬.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ખેડૂતોની માંગણી પુરી કરાવવા લડતા મૂકેશ ડાંગી કોરિડોર હાઇવેનું કામ બંધ કરવા જતા પહેલા લીમડી પોલીસ દ્વારા મુકેશભાઈ ડાંગી ની ધરપકડ

ઝાલોદ તાલુકા ના ચૌદ ગામના આદિવાસી ખેડૂતો ની આ હાઇવે માં માટી પુરાણ કરતા વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ની વ્યવસ્થા આ હાઇવે ઓથોરીટી દ્વારા કરવામાં ન આવતા ખેડૂતો નો પાક નિષ્ફ્ળ જતા આદિવાસી પરિવારો ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખુબ અઘરું પડતાં ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા હાઇવેનું કામ બંદ કરાવી દેવા ની ચીમકી આપેલ હતી જે અંતર્ગત આજરોજ હાઇવેનું કામ બંદ કરાવવા જતાં પોલીસ દ્વારા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી ની ધરપકડ કરી લીમડી લઈ જવા માં આવેલ હતા ત્યાં ખેડૂતો પહોંચતા મુકેશભાઈ ડાંગી ને તાત્કાલિક લીમડી થી ચાકલીયા પોલીસ સ્ટેશન લઈ જવા માં આવેલ હતા. પરંતુ ખેડૂત આગેવાન ની ધરપકડ થતાં ચૌદ ગામોના ખેડૂતો પ્રાણ કચેરી પહોંચ્યા હતા જર બાદ મુકેશભાઈ ડાંગી ને ચાકલીયા થી ઝાલોદ પ્રાણ કચેરી ખાતે લાવવા માં આવ્યા હતા. જ્યાં પાક નિષ્ફ્ળ ના વળતર માટે અડગ રહેલ મુકેશભાઈ ડાંગી ની ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી સાથે મિટિંગ યોજવા માં આવી હતી ત્યાં પ્રાંત અધિકારી દ્વારા પાક નિષ્ફ્ળ ની માંગણી સ્વીકારવામાં ન આવતા મુકેશભાઈ ડાંગી દ્વારા બે બે વાર સર્વે ના અધિકારી ઓ સાથે ના દરેક કામ અને પાક નિષ્ફ્ળ ના વિડિઓ ગ્રાફી ના ફૂટેજ અને સર્વે ની યાદી સાથે આવતી કાલ તા.૧૭ ડિસેમ્બર ના રોજ મીરાંખેડી ગામે સવારે ૧૧.૦૦ ક્લાકે તમામ માહિતી એકત્ર કરી બુધવાર ના રોજ હાઇકોર્ટ માં પીટીશન દાખલ કરવા અને ગાંધીનગર જઈ રાજ્યપાલ શ્રી પાસે ચૌદ ગામોના ખેડૂતો ના એક ડેલિગેશન ને મળવા અને રજુઆતો માટે એપોઇમેન્ટ લેવાનું નકી કર્યું હતું અને આવતી કાલે ૧૨.૦૦ ક્લાકે મીરાંખેડી ગામે દાહોદ જિલ્લાના તમામ મીડિયા મિત્રો ને બોલાવી પ્રેસ કોન્ફ્રન્સ કરવાનું નક્કી કરેલ હતું

Back to top button
error: Content is protected !!