દાહોદ જિલ્લા સેવા સદન ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાશે

તા.૦૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સેવા સદન ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાશે
દાહોદ જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં તારીખ ૦૫-૦૬-૨૦૨૬ ના શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા તેમજ અતિથિ વિશેષ તરીકે રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ઉપસ્થિત રહેશે. દાહોદ જિલ્લામાં પર્યાવરણીય જાગૃત્તિ વધે તે માટે ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ પ્રસરાવવામાં આવશે. દાહોદ જિલ્લામાં વ્યાપક ધોરણે વૃક્ષારોપણ અને દાહોદ વન વિભાગના ભગીરથ પ્રયત્નો થકી આગામી પેઢી માટે એક શુદ્ધ, સ્વચ્છ અને હરિયાળું દાહોદ બનાવવા માટે આ દિવસ મહત્વનો સાબિત થશે



