DAHOD

દાહોદ ની પુંસરી પ્રાથમિક ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૨.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ની પુંસરી પ્રાથમિક ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

ઉઠે છે મારી પાટીમાં ગુજરાતીનો કક્કો,
ધુળ ઢેફા ને ઢગલાનો મલક મારો સાચ્ચો

સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ ફેબ્રુઆરી ને વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કરવામાં આવેલ છે. તે ઉપલક્ષમાં પુંસરી પ્રાથમિક શાળા તા:જિ: દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વિવિધ સ્પર્ધાઓ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ માળીએ આ દિવસનો ઇતિહાસ સમજાવતા કઈ રીતે પોતાની રાષ્ટ્રભાષાના અધિકાર માટે ઢાકા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચળવળ કરી હતી તેની માહિતી અને આ દિવસની ઉજવણીના હેતુ અને મહત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. વિદ્યાર્થીઓ માટે લોકગીત ગાન સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વેશભૂષા સ્પર્ધા, વાર્તા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતની વિદ્યાભ્યાસલક્ષી જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી સાહિત્યકારો તેમના જીવન-કવનની ગાથા, પ્રસિદ્ધ કહેવતો વ્યાકરણલક્ષી છંદ અને અલંકરોની માહિતી તથા જુદી જુદી ભાષાઓનો પરિચય પણ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ તથા સ્ટફગણ સીમાબેન નાયક,રશ્મિતાબેન પરમાર દ્વારા નિર્ણાયકની ભૂમિકા ભજવીને ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ અને પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને વિશેષ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહમત ઉઠાવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!