DAHOD

દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૦.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા નોડલ અધિકારી ડૉ.નયન જોષી ના દિશા સૂચન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓમાં વિશ્વ સિકલસેલ દિવસ ૨૦૨૫’ ની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ કેમ્પ માં ૩૬૯૭ સિકલસેલ ડીસીઝ દર્દીઓની મેડીકલ તપાસ કરવામાં આવી, ૨૧૫ સગર્ભા માતાઓની મેડીકલ તપાસ, બ્લડ ગ્રુપ, હિમોગ્લોબીન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સિકલસેલ અંગેની રેલી, સિકલસેલ વિશે સમજણ, સિકલસેલ જનજાગૃતિના વિડીયો, સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો, સિકલસેલ દર્દીએ લેવાની કાળજી સિકલસેલની સારવાર અંગેની આઈ.ઈ.સી કરવામાં આવી અને જિલ્લાની ૪ આદિજાતિ સંચાલિત શાળાઓમાં ૩૭૧ બાળકોનું સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન ૩૩ બાળકો પોઝીટીવ મળી આવેલ છે અને ૦ થી ૪૦ વર્ષના લાભાર્થી મળી કુલ ૧૦૦૦ લોકોનુ સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૯૯ પોઝીટીવ, ૪ વાહક અને ૧ ડીસીઝ મળી આવેલ છે

Back to top button
error: Content is protected !!