હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૫ દેશનું ગૌરવ, દેશનું અભિમાન તિરંગો હર ઘરની શાન જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાઈ તિરંગા યાત્રા

તા.૧૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૫ દેશનું ગૌરવ, દેશનું અભિમાન તિરંગો હર ઘરની શાન જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાઈ તિરંગા યાત્રા
દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી
બસ સ્ટેશન દાહોદથી જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતના પ્રમુખએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. બસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર ફરીને છાબ તળાવ ખાતે આવી સમાપન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ એ રાષ્ટ્રગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું. શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. રાષ્ટ્રના વીર સપૂતોના અમર બલિદાનને વંદન કર્યું હતું.આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર દેવેન્દ્ર મીના, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, અધિક નિવાસી કલેકટર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દાહોદના શહેરીજનો, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા





