તા.૦૫.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના શિક્ષિકા બહેન મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
તા.૫ જૂન ૨૦૨૫ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે Green planet સંસ્થા દ્વારા કલોલ મુકામે રાજ્ય કક્ષાનો એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર ૧૫ શિક્ષકોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં, જેમાં દાહોદ જિલ્લાનાં શિક્ષિકા બહેન નીલમબેન ઈશ્વરભાઈ જાદવની દાહોદ જિલ્લામાંથી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી અને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું