તા.૩૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના વેપારીઓ અને ખેડૂતોએ પોસ્ટકાર્ડ લખી PM મોદીનો આભાર માન્યો, જીએસટી ઘટાડો દેશના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ પગલું છે તેનાથી તમામ ક્ષેત્રોને ફાયદો થશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. જેથી, ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે આભાર વ્યક્ત કરવા દાહોદ જિલ્લાની તમામ સહકારી જેવી કે સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, એ.પી.એમ.સી., જીલ્લા સહકારી ખરીધ વેચાણ સંઘ, તાલુકા સહકારી ખરીધ વેચાણ સંઘ સંસ્થાનાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો દ્વારા તથા તેમના પરિવારજનો સભ્યોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.એપીએમસીના વેપારી ઇકબાલભાઇ ખરોદાવાલાએ કહ્યું કે, વન ટેક્ક્ષ વન નેશનના સુત્ર હેઠળ દેશના તમામ નાગરીકોને આવરી લેવાયા ત્યારે સરકાર દ્વારા પ્રજાના રોજબરોજ રોજિંદી ઉપયોગમાં લેવાતી વસ્તુંઓ પર ઝીરો ટકા ટેક્ક્ષ કર્યો છે. નવા GST રીફોર્મ પછી સામાન્ય નાગરીકોને મહિને દસ હજાર જેટલી બચત થશે તેવું મારુ અનુમાન છે. સાથે તેમણે મોટા ઉધોગકારો અને વેપારીઓને વિનંતી કરતા કહ્યું કે મોદી સાહેબે જે GST માં ઘટાડો કર્યો છે. તે મુજબ ચાલવાથી તેનો ફાયદો નાના મધ્યમ વર્ગના લોકોને રોજ બરોજની ખરીદીમાંથી બચત થાય જેનાથી પોતાવું જીવન ધોરણ ઉચું આવશે જેથી હું આ પળે વડાપ્રધાનનો ખુબ ખુબ આભાર માનું છું. સાથે જ ખેતી અને પશુપાલન કરતા ખેડૂતોએ કહ્યુ કે, ડેરી માટે સરકાર દ્વારા અપાતી લોનમાં વ્યાજદર ઘટાડીને ઝીરો કરી દેવાયો છે જેનાથી અમારું ખેડૂતોનુ પણ જીવન ધોરણ સુધરશે જેથી હું વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનું છું