વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વડનગર
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની દર્દ ભરી ઘટના,
વડનગર નગરશેઠની દીકરીની વેદના સાંભળી આખે પાણી વહી જાય તેવી દર્દભરી કહાની ઘટના સ્વરૂપે ધારણ થઈ
માતા પિતા અને પરિવાજનો ગુમાવ્યા બાદ 35 વર્ષથી પોતે એક જ રૂમમાં બંધ ઓરડામાં રહી એકલવાયુ જિંદગી સાથે ઝઝુમી રહી હતી ત્યારે દીકરીને મુક્ત કરવામાં આવી જાણે વર્ષોથી જેલની સજા ભોગવતી હોય તેવી રીતે એક ઓરડામાં બંધ રહી.
સમાજ કલ્યાણ વિભાગ છેલ્લા 6 મહિનાથી શોધખોળ માટે પ્રયાસ કરી રહ્યા હતા
સ્થળ ઉપર તપાસ જાણ સારું નજીકના એક સગાને બોલાવી અવાજ આપતા દરવાજો ખોલવામાં હતો.
6 મહિનાના સતત પ્રયાસ બાદ દરવાજો ખોલતા 35 વર્ષે મહિલાને રૂમ બહાર નું વાતાવરણ જોવા મળ્યું
અમેરિકામાં પતિએ તરછોડ્યા બાદ વડનગર શેઠની દીકરી સાડા ત્રણ દાયકા એક રૂમમાં પૂરાઇ રહી.
અમેરિકામાં લગ્ન થયા હતા લગ્ન જીવન દરમિયાન દીકરો અને દીકરી જન્મેલ હતા,
બે સંતાનોના જન્મ બાદ દીકરાની પાંચ વર્ષ ની ઉંમરે પતિએ તરછોડી દીધી હતી.
સતત બે વર્ષ સુધી અમેરિકાની ગલીઓમાં રખડતી ભટકતી જિંદગી જીવ્યા બાદ ભારત આવી હતી મહિલા.
અમેરિકાની પોલીસે મુંબઈ રહેતા એક સગાનો સંપર્ક કરતા તેમના માધ્યમથી મહિલા વડનગર આવી એક રૂમમાં પુરાઈ ગઈ હતી.