GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદાના સીતાપુર આશ્રમ શાળાના વિધાર્થીઓને લાયન્સ ક્લબ વાપી દ્વારા રોજ ઉપયોગી વસ્તુઓ વિતરણ કરાઇ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

લાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીઓને  ૨૦૦ નંગ જમવા માટે ની ડીશ તથા વાટકી અને  ૨૦૦ નંગ બોલપેન અને ૪૦૦ નંગ પેન્સિલ સહિત આવશ્યક ચીજ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું  લાયન્સ ક્લબના પ્રોજેક્ટ ચેરમેન રવિભાઈ પટેલ તરફથી કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રમુખ વિશાલભાઈ પટેલે આશ્રમ શાળા ના વિધાર્થીઓને શ્રેષ્ઠ પ્રગતિ કરી શાળા નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. લાયાન્સ ક્લબના સેક્રેટરી પ્રતિક શાહ , ટેઝરર પી. એ. પટેલ સહિત સીતાપુર  ગામના અગ્રણી શિતલભાઈ પટેલ નું માર્ગદર્શન જયદીપ પટેલ,યોગેશભાઇ પટેલ, પંકજભાઈ પટેલ,શિક્ષકગણ. તથા અન્ય સભ્યો એ ઉપસ્થિત  રહી પ્રોગ્રામ નુ સફળ સંચાલન કર્યું હતું. અંતે સ્કુલ ના પ્રિન્સીપાલ દ્વારા લાયન્સ કલબ ની  આવી સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી. અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!