
પ્રિતેશ પટેલ વાંસદા
લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા પરિવાર સાથે વાંસદા તાલુકામાં ના ઉપસળ ગામના રહેવાસી શ્રી સોમભાઈ પટેલ ના નિવાસસ્થાને જઈ, ગતે દિવસોમાં દીપડાના હુમલાનો ભોગ બનેલ બંને બાળકીઓની રૂબરૂ મુલાકાત લીધી અને આ કપરી પરિસ્થિતિમાં આવશ્યક મદદ સહિત સેવા અંગેની સાંત્વના પાઠવી ખબર-અંતર જાણ્યા, પરિવાર સાથે ખુબજ સ્નેહથી સૌહાર્દ પૂર્ણ વાતાવરણ સાથે પારિવારિક સભ્યો સમાજ પરામર્શ કર્યુ, એમના પર થયેલ હુમલામાં થયેલ ઈજાઓ ને સમજી, તેમજ સારવાર દરમ્યાન થયેલ અનુભવોને નજીક થી સમજવા નો પ્રયાસ કર્યો,
આ દરમ્યાન સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા દીપડાના આતંકને અંકુશમાં લેવા વન વિભાગ ની કાર્યરત ટીમને, તેમજ વન વિભાના અધિકારીઓ ની ટીમ દ્વારા દીપડાને પકડી લેવામાં આવ્યો, જે ઉત્તમ કામગીરીની નોંધ લઈ ટીમના સર્વે અધિકારીઓ, વન કર્મીઓ ના સભ્યોને સન્માનિત કરી સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુસભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દિપ્તિબેન પટેલ, શ્રી શિવેન્દ્રસિહ બાપુ, સહિત સંગઠનના આગેવાનો હોદ્દેદારો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાંસદશ્રી ની ગામની મુલાકાત થી ગામવાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.



