ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
લોકો સુધી સમાચાર પહોંચાડવા માટે મીડિયાકર્મીઓ દિવસ રાત ફિલ્ડ પર ફરજ માટે હાજર હોય છે, ત્યારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો.
ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો. આ કેમ્પમા વિવિધ બ્લડ ટેસ્ટ તેમજ ૩૫ વર્ષથી વધુ વયના પત્રકારો માટે ઈ.સી.જી. અને એકસ-રે ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
આ કેમ્પને સફળ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીની ટીમ તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દેવભૂમિ દ્વારકાના ચેરમેન શ્રી કિરિટભાઈ મજીઠીયા તેમજ સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.