AHAVADANGGUJARAT

Dang:વઘઇ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી વિરુદ્ધ આવેદનપત્ર આપી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરહદ પર આતંકવાદીઓ દ્વારા ભારત ની શાંતિ ને ડહોડવા માટે સરહદી વિસ્તારો માં નાપાક હરકતો કર્યા વગર રહેતા નથી <span;>જમ્મુ કાશ્મીરમા વેષ્ણોદેવી કટરાથી શિવ ખોડી તરફ જતા  9 જૂન દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ પર ક્રૂરતાથી પૂર્વક પાકિસ્તાની પોષિત  આતંકવાદી દ્વારા કાયરતા પૂર્વક બસ પર અંધા ધૂંધ ગોળીબાર હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ હુમલામાં 10 તીર્થ યાત્રીઓના કરુણ મોંત નીપજ્યાં છે. જેને લઈ આખાં દેશભરમાં આક્રોશ લાગણી ઉભી થઈ છે.સમગ્ર ભારતભરમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ લોકોની ભારે લાગણી દુભાઈ છે. જેને લઈ ડાંગ જિલ્લાનો પ્રવેશદ્વાર વઘઇ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનાં કાર્યકર્તાઓ તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે રહી રાષ્ટ્રપતિ સંબોધીને વઘઇ મામલદારની કચેરીએ આવેદનપત્ર આપી વઘઇ નગર ખાતે આવેલ છત્રપતિ શિવાજી ચોક ખાતે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.હાલમાં દેશભરમાં આતંકી પ્રવૃત્તિનો ભારે વિરોધ નોંધાઇ રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ  પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે સૂત્રોચ્ચાર કરી આતંકવાદનો વિરોધ કરી આતંકવાદ નેસ્તનાબૂદ કરવા કડકમાં કડક પગલાં લેવા માંગ કરી હતી.

Back to top button
error: Content is protected !!