GUJARATHALOLPANCHMAHAL

હાલોલની વીર ન્યૂ લુક સેન્ટ્રલ સ્કુલ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો,પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને નવા કાયદાઓ અંગેની માહિતી અપાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૭.૨૦૨૪

હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વીર ન્યૂ લુક સેન્ટ્રલ સ્કૂલ ખાતે આજે સોમવારે વિદ્યાર્થીઓને નવા કાયદાઓ અને સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપવા અંગે સાયબર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ ટાઉન પોલીસ પથકના પીએસઆઇ એમ.એલ. ગોહિલ દ્વારા અગત્યની અને ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને આવા ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગેની વિસ્તૃતિ સમજણ આપવામાં આવી હતી. જેમાં પોલીસ મથકનો સ્ટાફ શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે સાઇબર ઠગો કેવી રીતે લોકો ને પોતાનો શિકાર બનાવે છે અને લોકો પાસેથી નાણા ખંખેરી લે છે તે અંગે પણ દ્રષ્ટાંતો આપી સમજણ આપી હતી.

Back to top button
error: Content is protected !!