વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે એસ.ટી ડેપોની બસમાં એક આદિવાસી મુસાફર બેઠો હતો.તેની પાસે રોકડ 20 હજાર રૂપિયાની રકમ હતી.અહી બસમાં મુસાફરની નજર ચૂકવી આ ત્રણ ચોર મહિલાઓ રોકડ રકમ લઈ અન્ય બસમાં બેસી નાસી છૂટી હતી.બાદમાં મુસાફરે પોતાના પાસે રહેલ નાણા ન મળતા બસમાં શોધખોળ શરૂ કરી હતી.પરંતુ એસટી બસમાં પણ ન મળ્યા હતા.જેથી તેને તેની સાથે સવાર ત્રણ મહિલાઓ પર શંકા ગઈ હતી.અને આ મહિલાઓ કયા ગઈ અને કઈ બસમાં ગઈ તે અંગે શોધખોળ કરી હતી.તેવામાં જાણવા મળેલ કે ત્રણ મહિલાઓ આહવા-વઘઇની એસટી બસમાં સવાર થઈ જઈ રહેલ છે.બાદમાં આ ત્રણેય મહિલાઓ આહવાનાં દાવદહાડ – નડગખાદી ગામ વચ્ચે બસમાંથી નીચે ઉતરી હતી.અને આ ત્રણેય મહિલાઓ પહેરેલ ડ્રેસ બદલીને ભાગવાની ફિરાકમાં હતી.જોકે નડગખાદી ગામના લોકોને શંકાના આધારે ખબર પડી ગઈ હતી કે,આ ત્રણ મહિલાઓ બસમાંથી ચોરી કરીને ભાગી રહી છે.ત્યારબાદ સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ભેગા મળીને આ ત્રણેય મહિલાઓને ઝડપી પાડી હતી.તેમજ ત્રણેય મહિલાઓને પકડીને આહવા પોલીસને સોંપી હોવાની વિગતો સાંપડી રહી છે..