વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ અતુલ ડેવલપમેન્ટ ફંડ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ખેરગામ નવારોડ ખાતે વીર સૈનિકોના કલ્યાણને સમર્પિત રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 70 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જેને દેશસેવામાં લાગેલા હેમ વીર સૈનિકોને સમર્પિત કરવામાં આવશે.શિબિરમાં ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, પ્રસિદ્ધ કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ, ભા.જ.પ. પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાવિત, શૈલેષભાઈ ટેલર, મુશ્તાન સીર વ્હોરા, ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશ પટેલ, ડો. પંકજભાઈ પટેલ, ડો. ગુલાબભાઈ પટેલ તેમજ વલસાડ બ્લડ બેંકના શ્રી ચેતનભાઈ ચણવાઈ, દર્શનાબેન પટેલ, પ્રશાંત પટેલ, નિછાભાઈ પટેલ, મુકેશભાઈ (આર્મી), સૂરજભાઈ પટેલ, ચેતનભાઈ જાની, તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રી બિપીનભાઈ ભેરવી જેવો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડતાં દેશના સૈનિકો માટે યોજાયેલી આ પહેલની પ્રશંસા કરી. કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લે ઉપસ્થિત જનમંડળી ને આશીર્વાદ આપ્યા અને રક્તદાતાઓનું સન્માન કર્યું. યુવા કાર્યકર શ્રી સૂરજ પટેલ અને તેમની ટીમ દ્વારા સમગ્ર શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો અને લાંબી લાઇનો જોવા મળી, જે ખેરગામના જનમનસમાં દેશભક્તિની ભાવના દર્શાવે છે.અંતે, સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો અને સમગ્ર આયોજન માટે આયોજકોનો ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો.