Dang: સાપુતારા સહિતનાં પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં અવારનવાર કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે.ત્યારે સોમવારના રોજ પણ સાપુતારા સહિતનાં પંથકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.અને શામગહાન,ગલકુંડ વિસ્તારમાં વરસાદનાં છાંટા પડયા હતા.તેમજ ડાંગ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ.રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે.તેવામાં સાપુતારાના વાતાવરણમાં પલટો આવતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા.ડાંગ જિલ્લાના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે.ત્યારે સોમવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળોએ ઘેરાવો ભર્યો હતો.નિલ ગગન આભમાં કાળા ડીબાંગ વાદળો છવાયા જતા આહલાદક વાતાવરણનો નજારો જોવા મળ્યો હતો.તેમજ ગીરીમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીનાં ચમકારામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.જેમાં શામગહાન ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મોડી સાંજે ગાજવીજ સાથે કમોસમી વરસાદનાં છાંટા પડ્યા હતા. તેમજ ડાંગ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.વરસાદની આગાહીના પગલે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કાળાડિંબાગ વાદળોનો ઘેરાવો જોવા મળ્યા હતો.ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે સાપુતારા ખાતે વરસાદ શરૂ થતા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા.વેકેશનમાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા સમગ્ર પંથકનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા માટીની સોડમ સાથે ધરા મહેકી ઉઠી હતી..