GUJARATIDARSABARKANTHA

ઈડરના કલ્યાણ પૂરા માં દૂધ મંડળી માં હોદ્દા મુદ્દે ખુની ખેલ ખેલાયો

સાબરકાંઠા…

ઈડરના કલ્યાણ પૂરા માં દૂધ મંડળી માં હોદ્દા મુદ્દે ખુની ખેલ ખેલાયો હતો.. સવારના સમયે દૂધ મંડળી ખાતે ઠાકોર તેમજ રબારી સમાજ વરચે દંગલ સર્જાયું હતું.. બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઝગડો ઉગ્ર સ્વરૂપે પહોચ્યો હતો.. રબારી સમાજના ૪ તેમજ ઠાકોર સમાજનાં ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.. જૂથ અથડામણ બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું…

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કલ્યાણ પૂરા ગામની દૂધ સેવા સહકારી મંડળી ખાતે સાધારણ સભામાં યોજાઈ હતી જેમાં દૂધ મંડળી ખાતે ફરજ બજાવતા ટેસ્ટર, સેક્રેટરી તેમજ ક્લાક ને છુટા કરવામાં આવ્યા હતા.. ગામની દૂધ સેવા સહકારી મંડળી ખાતે મળેલી સાધારણ સભામાં સૌની સહમતી થી ત્રણ કર્મચારીઓને પોતાનાં હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા હતા.. ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ સહમતી અનુરૂપ ગામની સેવા સહકારી દૂધ મંડળીમાં ત્રણ કર્મચારી ઓને છુંટા કરાયા બાદ ડેરીમાં બે કર્મચારીને ફરજ પર રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો.. ત્યારે ગામ ખાતે મળેલી સાધારણ સભામાં ગ્રામજનોની સહમતી દર્શાવી નક્કી કરવામાં આવેલ નિર્ણય સામે ગામ ખાતેની દુધ સેવા સહકારી મંડળી ખાતે દુધ ભરાવ્યા બાદ રબારી સમાજ તેમજ ઠાકોર સમાજ વરચે બોલાચાલી થઈ હતી.. બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો તેમજ ડેરીમાં હોદ્દા મુદ્દે થયેલ ઝગડો દંગલ માં ફેરવાઇ ગયો હતો.. ડેરીમાં ત્રણ કર્મચારી ઓને છુંટા કર્યાં બાદ ઠાકોર સમાજની અપિલ હતીકે ડેરીમાં અગાઉ ત્રણ કર્મચારી હતા તેણી સામે નવિન બોડીમાં પણ ત્રણ કર્મચારી હોવા જોઈએ તેમજ બે કર્મચારી ફરજ સામે અન્ય એકની પસંદગી કરી કુલ ત્રણ કર્મચારી ઓને ટેસ્ટર સેક્રેટરી તેમજ ક્લાક તરીકેની જવાબદારી સોપવી જોઇએ જેની સામે બંને પક્ષો વચ્ચે સવારે દુધ ભરાવ્યા બાદ બોલાચાલી થઈ હતી બાદમાં મામલો ઉગ્ર બનતા ઝઘડો ખુની ખેલમાં ફેરવાઇ ગયો હતો.. બંને જૂથો વચ્ચે જૂથ અથડામણ માં દસ કરતા પણ વધુ લોકોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.. ગામનાં દસ કરતા પણ વધુ લોકો ગાયલ થતાં તમામ ને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. જાદર પોલીસ મથકે જાણ થતાં જાદર પોલીસ તેમજ ઈડર પોલીસ ધટના સ્થળે પહોંચી આરોપી ઓની અટકાયત કરાઇ હતી.. જૂથ અથડામણ બાદ કલ્યાણ પૂરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું…

જુથ અથડામણ માં ગાયલ થયેલા લોકો..

૧) રામસિંગભાઈ પ્રભાતભાઈ રબારી
૨) કેતનભાઈ રામસીંગભાઈ રબારી
૩) સાગરભાઈ વેરસીંહ ભાઈ રબારી
૪) જયરામભાઈ બાબરાભાઈ રબારી
૫) મોતીભાઈ ધુળાભાઈ ઠાકોર
૬) અજયભાઇ મોતીભાઈ ઠાકોર
૭) રોહિતભાઈ મોતીભાઈ ઠાકોર
૮) કેતનભાઈ મોતીભાઈ ઠાકોર
૯) મેલાજી ગોબરામ ઠાકોર

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!