
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી/ડાંગ
રાજ્યના કૃષિ મંત્રાલયના અધિક કૃષિ સચિવશ્રી પી.ડી. પલસણા આજે ૮ જાન્યુઆરી એ ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં મુલાકાત લીધી હતી.અહીં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી વિવિધ પ્રવૃતિઓથી પ્રાકૃતિક ખેતી વ્યાપ વધવાની સાથે જિલ્લાનાં ખેડૂતોને ખેતીમાં ઓછા ખર્ચે વધુ મખબલ ખેતીપાક લઈ એ પાકનું સીધે સીધું જિલ્લાનાં ખેડૂતોને લાભ મળે એવા હેતુથી ઉત્પાદનના વેચાણ અને વ્યવસ્થાપન માટે ભારતીય ટપાલ સેવા અને ઓનલાઈન સેવા થકી જિલ્લાનાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સદર થાય એવા ઉમદા વિચારો સાથે કુલપતિશ્રી ઝેડ.પી.પટેલ સાહેબ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ સહિત જિલ્લાના ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહી અવારનવાર વિવિધ અસરકારક વિસ્તરણ પ્રવૃત્તિઓ ચલાવે છે.
ત્યારે વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિ મંત્રાલયના અધિક સચિવ પી.ડી.પલસાણા વિવિધ નિદર્શન યુનિટ, પ્રાકૃતિક ખેતીના પ્લોટ, કૃષિ કોલેજ, મ્યુઝિયમ, મશરૂમ યુનિટ, વર્મીકંપોસ્ટ યુનિટ, ગ્રીન હાઉસ અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રની મુલાકાતની સાથે અહીં કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી તેઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સ્નાતક થઈ GPSC અને UPSC ની પરીક્ષા પાસ કરી મોટા અધિકારી બને એવા આર્શીવચન આપ્યા હતા. તેમજ ખેડૂતોને તાલીમના માધ્યમથી ખેતીમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ખેતી ખર્ચ ઘટે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય તે માટે હાકલ કરી હતી. ત્યારબાદ તેઓ દ્વારા ખેડૂતોના પ્રાકૃતિક ખેતીના મોડલ ગામ ઢાઢરા, સતી ગામે પ્રાકૃતિક ઉત્પાદક યુનિટ, નડગખાદી ગામે રિધ્ધિ સિધ્ધી સખી મંડળની મુલાકાત લઈ તેઓએ પ્રાકૃતિક ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવાની પ્રેરણા આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પધ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને, ખેડૂતો, FPO, NGO, સખી મંડળ વગેરે સંસ્થાઓને પ્રાકૃતિક ખેતી અંગે વેગ મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ સચિવશ્રી પલસણા એ વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી.






