GUJARAT

Dang: નવા કાયદાની અમલવારી થયા બાદ ડાંગ જિલ્લામાં સૌપ્રથમ વખત નવા કાયદા મુજબ ત્રણ ફરિયાદ નોંધાઈ..

વાત્સલ્યમ સમાચાર
ડાંગ
દેશભરમાં 1 જુલાઈથી નવો કાયદો અમલમાં આવેલ છે.ત્યારે નવા કાયદાની અમલવારી બાદ ડાંગ જિલ્લાના આહવા,સાપુતારા અને સુબીર પોલીસ મથકે સૌપ્રથમ વખત નવા કાયદા મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.ભારત દેશમાં સી.આર.પી.સી.,આઇ.પી.સી. અને ભારતીય પુરાવા અધિનિયમનો અંત આવેલ છે.અને 1 જુલાઈથી આ ત્રણેય કાયદાની જગ્યા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા એ લીધી છે.જેની અમલવારી સમગ્ર ભારતભરમાં કરવામાં આવી રહી છે.ત્યારે ડાંગ જિલ્લામાં 2 જુલાઈના રોજ આ કાયદા મુજબ સૌપ્રથમ ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં આહવા તાલુકાના બોરખેત ગામ પાસે આવેલ બોરખેત ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે સંજયભાઈ જયરામભાઈ પવાર (રહે. ગાયખાસ, તા.આહવા જી.ડાંગ) એ પોતાના કબજાની મોટરસાયકલ રજી.નં-GJ-21-R-2570ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકી હતી.જેને લઈને આહવા પોલીસે સંજયભાઈ જયરામભાઈ પવાર વિરુદ્ધ નવા કાયદા પ્રમાણે બી.એન.એસ. -૨૦૨૩ (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 281 મુજબ ગુન્હો નોંધ્યો હતો.એ જ રીતે આહવાના સાપુતારા ચેકપોસ્ટ પાસે ઈશ્વર કૈલાસ ડોમડે (મુળ રહે. સરોકેથાડી તા.જી. નાશિક મહારાષ્ટ્ર રહે.થારનગાવ તા.નિફાડ)  એ પોતાના કબજાની મોટરસાયકલ રજી. નં.MH -15-DZ-4551 પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા સાપુતારા પોલીસે બી.એન.એસ. -૨૦૨૩ (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 281 મુજબ ગુન્હો નોંધ્યો હતો.તેમજ સુબીર તાલુકાના મોખામાળ ગામ ખાતે નિતેશભાઈ સોમાભાઈ બરડે (રહે.મોખામાળ તા.સુબીર જી.ડાંગ ) એ પોતાના કબજાની મોટરસાયકલ રજી. નં.GJ -10-BA-5265 પુરઝડપે અને બેફીકરાઈથી હંકારી લાવી અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મુકી હતી.ત્યારે સુબીર પોલીસે પણ બી.એન.એસ. -૨૦૨૩ (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 281 મુજબ ગુન્હો નોંધ્યો હતો.આમ,ડાંગ જિલ્લાનાં 3 જેટલા પોલીસ મથકે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાઈ છે..

Back to top button
error: Content is protected !!