Dang:આહવાનાં ગાયખાસ અને ચવડવેલ ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલ બ્રીજના કામમાં બેદરકારી.
MADAN VAISHNAVApril 19, 2025Last Updated: April 19, 2025
1 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગાયખાસ અને ચવડવેલ ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજનું કામ 2022 ના વર્ષથી ચાલી રહ્યો છે.પરંતુ આજ દિન સુધી આ બ્રિજ નું કામ પૂર્ણ કરવામાં આવેલ નથી.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.તેમજ સમયસર કામગીરી પૂર્ણ ન કરીને બેદરકારી દાખવવામાં આવેલ હોય તેવા આક્ષેપો પણ થતા જોવા મળી રહ્યા છે.જેને લઈને ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ગામ ગાયખાસ અને ચવડવેલ ગામની વચ્ચે બ્રીજનું કામ ૨૦૨૨ ના વર્ષમાં ચાલુ કરવામાં આવ્યું હતુ.પરંતુ આજદિન સુધી ગાયખાસ અને ચવડવેલનું બ્રીજનું કામ પૂર્ણ થયેલ નથી. જેના કારણે ગાયખાસ અને ચવડવેલ ગામના સ્થાનિકોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.તેમજ તા.૦૮/૦૪/૨૦૨૫ ના રોજ ડાંગ બસપા પાર્ટી પ્રમુખ અને આપ પ્રમુખ સ્થળ ઉપર પહોંચ્યા હતા.ત્યારે બ્રીજ પર નજર નાખતા લોકલ રેતીનું કામ સ્પષ્ટ દેખાઇ રહેલ હતુ.ત્યાર પછી બ્રીજના પાંચ પાયા બનાવેલ છે.અને બાજુનો કાચો રસ્તો કોન્ટ્રાકટર દ્રારા બને સાઇટથી તોડી નાખવામાં આવેલ છે.ત્યારે હાલ ૨૦૨૫ ચાલુ હોય અને ૨૦૨૨ નું કામ ત્રણ વર્ષ દરમ્યાન પણ જે કામ ત્રણ મહિનામાં કરવામાં આવતુ હોય પાયાનાં કામ માટે ત્રણ વર્ષ લગાવેલ છે.જેના કારણે સ્થાનિકોએ અગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવા માટે બસપા પ્રમુખ સાથે ચર્ચા કરેલ હતી.અહી સરકારના નાણાનો દુર-ઉપયોગ ન થાય તેના માટે આ કામ વ્હેલી તકે પુરૂ કરવામાં આવે અને બે ગામના અવર-જવર કરતા લોકોને શાંત પાણી અને માથાનો દુખાવો ન થાય તે માટે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી એ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..