AHAVADANGGUJARAT

Dang: મૂળચોંડ ગામ નજીક ઉભી ટ્રકનાં પાછળનાં ભાગે છોટા હાથી ટેમ્પો અથડાતા ઘટના સ્થળે એક ઈસમનું મોત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં મૂળચોંડ ગામનાં હનુમાનજીનાં મંદિર નજીક એક ટ્રકનું ટાયર પંચર થયુ હતુ.જેથી ટ્રકનાં ચાલક અને ક્લીનર દ્વારા પંચર બનાવવા માટે ટાયર બદલવાનું કામ કરી રહ્યા હતા.તે દરમ્યાન વઘઇથી એક છોટા હાથી ટેમ્પો જે આહવા તરફ જવા નીકળ્યો હતો.આ છોટા હાથી ટેમ્પો ચાલકે પોતાના હવાલાનો છોટા હાથીને ગફલતભરી રીતે અને પુરપાટવેગે હંકારી લાવી મૂળચોંડ મંદિર નજીક ઉભેલ ટ્રકમાં પાછળથી ધડાકાભેર અથડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહી સ્થળ પર છોટા હાથી ટેમ્પો ટ્રકમાં ધડાકાભેર અથડાતા છોટા હાથીમાં કંડકટર સીટ સાઈડે બેસેલ મુરલીભાઈ ગાવીતને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી.જેથી તેને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા મુરલીભાઈ ગાવીતનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.જ્યારે ચાલકને પણ ગંભીર ઈજાઓ પોહચતા તેને પણ આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર  હેઠળ રખાયો છે.આ બનાવમાં છોટા હાથી ટેમ્પોને જંગી નુકશાન થયુ હતુ. હાલમાં આહવા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!