
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
બાંગ્લાદેશમાં અલ્પ સંખ્યક એવા હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે ભારત સરકાર અસરગ્રસ્ત હિન્દુઓના જાન – માલને વધુ હાની ન પહોંચે તેવા પ્રયાસ કરે તેવી માંગ સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ભારત દેશના પાડોશી દેશ બાંગ્લાદેશ માં કાયદા – વ્યવસ્થા નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.બહુ સંખ્યકો દ્વારા ત્યાં વસવાટ કરતા અલ્પસંખ્યક એવા હિન્દુ સમાજ ના લોકો પર આયોજનબધ્ધ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને ઘાતકી હત્યાઓ કરવામાં આવી રહી છે.તેમજ મહિલાઓ સાથે દુષ્કર્મ તથા હિન્દુ સમાજના ધર્મ સ્થાનોને નુકશાન પહોંચાડવુ વગેરે હિંસક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જેને ડાંગ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.ત્યારે અસ્થિરતા ભર્યા માહોલમાં ભારત સરકાર અસરગ્રસ્ત હિન્દુઓના જાન માલ ને વધુ હાની ન પહોંચે તેવા પ્રયાસ યુધ્ધના ધોરણે કરે તેવી અપેક્ષા સાથે ” નરેન્દ્ર મોદી વિચાર મંચ ” હેઠળ ડાંગ જિલ્લા ટીમ એ ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..




