
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ઝાવડા ખાતે VCE તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી અંજુબેન પવારને ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ તથા તેમના પતિ દ્વારા વારંવાર ખોટી દખલગીરી કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.ત્યારે અંજુબેન પવારે તાલુકા વિકાસ અધિકારી વઘઇને લેખિતમાં ફરિયાદ કરી આ હેરાનગતિ અટકાવવા માટે માંગ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે અંજુબેન છોટુભાઈ પવાર ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ VCE તરીકે કામગીરી કરે છે.તેઓ 2006થી VCE તરીકે કામ કરી રહ્યા છે અને તેમને કોઈ પગાર આપવામાં આવતો નથી, તેમને ફક્ત સરકારી યોજનાઓના કામ પર નજીવું કમિશન આપવામાં આવે છે. જોકે, નવા ચૂંટાયેલા મહિલા સરપંચ માર્થાબેન નરેશભાઈ રેંજડ અને તેમના પતિ નરેશભાઈ રેંજડ રાજકીય અદાવત રાખીને તેમને હેરાન કરી રહ્યા છે તેવા આક્ષેપ અંજુબેન દ્વારા કરવામાં આવી રહ્યા છે.વધુમાં VCE કર્મચારી અંજુબેન પવારે તાલુકા વિકાસ અધિકારીને અરજ ગુજારી જણાવ્યુ છે કે હાલની ટર્મના ચુંટાયેલા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ માર્થાબેન નરેશભાઈ રેંજડ અને તેમના પતિ દ્વારા ચુટાયા ત્યારથી રાજકીય અદાવત રાખીને વારંવાર કોઇને કોઇ બહાને હેરાનગતી કરીને કામગીરીમાં અવરોધ ઉભા કરવામાં આવે છે.અને છેલ્લા થોડા દિવસથી ખુબજ હેરાનગતિ કરવામા આવી રહી છે.તથા વારંવાર ઝગડો કરીને ગમે તેમ ગાળા ગાળી કરે છે.તેમજ તેઓ પંચાયત પર કામ કરવા જતા હોય ત્યારે સરપંચ અને તેમના પતિ દ્વારા પંચાયત પર બેસી કામ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવે છે.અને સરપંચનાં પતિ નરેશભાઈ રેંજડ દારુનો નશો કરીને ગમે તેમ ગાળો બોલીને હમેશા રાજીનામાની માંગણી કરે છે.હાલમાં મહિલા સરપંચ દ્વારા ઓફિસની ચાવી પણ લઈ લીધેલ છે.અને ઓફીસને તાળુ મારી દીધેલ છે.તેમજ આ અંગે અંજૂબેન પવાર દ્વારા TCMને પણ જાણ કરી હતી.જોકે TCM ને પણ ઓફિસની ચાવી આપવાની ના પાડવામા આવેલ હતી.ત્યારે મહિલા સરપંચ અને તેના પતિ દ્વારા સરકારની ચાલતી કામગીરીમાં સીધો અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે.અને જેના કારણે 2 દિવસથી લોકોનાં કામ અટવાઈ રહ્યા છે.જેથી ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ અને તેના પતિ દ્વારા જાહેરમાં કરાતી હેરાનગતિને અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી વઘઇ કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે..




