ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા ના સિનોર તાલુકાના નાના કરાળા ગામ પાસે 1/3/2025ના રોજ બપોર ના 2:15 કલાકે ટ્રિપલ અકસ્માત બનવા પામ્યો હતો. જેમાં એક લાકડા ભરેલો આઇશર ટેમ્પો ચાલકે સ્ટેયરીં પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. શિનોર તાલુકાના નાનાકરાળા બસ સ્ટેન નજીક એક આઇશર ચાલક પોતાના આઇશર ટેમ્પો જેનો રજી.નં.GJ-07-Z= 7855 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સ્ટેરીંગ નો કાબુ ગુમાવી દેતા અર્ટિકા કાર જેનો નંબર નં.GJ-22-P-0098 ની સાથે અથાડી અકસ્માત કરતા થતા આઇશર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોંગ સાઈડે ટેમ્પો પલટી ખાઈ જતા રોડની સાઈડમાં ઉભેલ મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક લાકડા ભરેલ ટેમ્પા નીચે દબાઇ જતા મોટર સાયકલ ચાલકને જમણા પગમાં ગંભીર ઇજા તેમજ શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી.ત્યાં હાજર સ્થાનિક લોકો દ્વારા 108 ને કોલ કરતા 108 દ્વારા મોટરસાયકલ ચાલક ઇજાગ્રત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત થતા અકસ્માત સ્થળે લોકોના ટોડે ટોળા ઉમટી પડ્યા હતા.
જ્યારે ઘટના સ્થળે શિનોર પોલીસ આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.