
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ વિરુદ્ધ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી દ્વારા સખત ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.ત્યારે આ અંગે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી એ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતુ.આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,દેડીયાપાડામાં ATVT યોજના અંતર્ગત યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સામે અસંવેધાનિક રીતે વર્તન કરવામાં આવ્યુ હતુ.તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ મિટિંગમાં ગેરકાયદેસર રીતે અન્ય સભ્યોને સામેલ કર્યા હતા.જ્યારે ધારાસભ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યારે તેમના ઉપર જાતે રચેલી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસે ગેરકાયદેસર રીતે તેમની અટકાયત કરી છે.અને એકતરફી રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે.ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે સતત અવાજ ઊઠાવતા રહેલા છે.અત્યાર સુધી તેમની સામે થયેલા ૧૩ કેસોમાંથી ૧૨ કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે,હમણાનાં મનરેગા કૌભાંડમાં મોટું ભાંડાફોડ થયા બાદ તેઓને ફસાવવાનો ષડયંત્ર રચાયો છે,આ ઘટના રાજકીય બદલો સાબિત થાય તેમ છે તેવા અનેક આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે.આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે ગંભીર રોષ વ્યક્ત કર્યો છે.ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડની ન્યાયિક તપાસની માંગણી કરવામાં આવે છે.તેમજ સત્તાનો દુરુપયોગ કરનાર પોલીસ અને પ્રાશાસનિક તંત્ર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.આ મામલો લોકશાહી અને જાહેર પ્રતિનિધિથી જોડાયેલો છે.જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ તેમજ તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ સાથે ડાંગ કલેક્ટર મારફતે મુખ્યમંત્રને સંબોધીને ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું છે..




