
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા શ્રી એસ.જી.પાટીલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ કાર્યરત, આહવા પોલીસ સ્ટેશનની ‘SHE’ ટીમ દ્વારા ભવાનદગડના સિનિયર સીટીઝન પ્રત્યે પોતાની સંવેદના દાખવવામા આવી હતી. ગત રવિવારના દિવસે આહવા-વધઇ ફોરેસ્ટ નાકાથી આગળ નીચે ધાટ માર્ગમા આ સિનિયર સીટીઝન નામે શ્રી રજીરામભાઇ નાથુભાઇ, ઉ.વ.૬૦ રહે.ભવાનદગડ જે રસ્તા ઉપર પડી ગયા હતા. તેમજ તેના શરીરે ઇજા થતા બેહોશ જેવી હાલતમા મળી આવ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી આહવા પોલીસ સ્ટેશનની ‘SHE’ ટીમે આ વયોવૃધ્ધ વ્યક્તિને PCR વાનમા બેસાડી આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં આ વ્યક્તિને જરૂરી સારવાર અપાવી તેઓ સ્વસ્થ થતા તેમને તેમના ધરે પહોચાડ્યા હતા.
આમ, આહવા પોલીસની ‘SHE’ ટીમ દ્વારા સિનિયર સીટીઝન પ્રત્યે સંવેદના દાખવી પ્રશંસનીય કામગીરી કરવામા આવી હતી.
આહવા પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી મહેશ ઢોડીયાના માર્ગદર્શન હેઠળ ‘SHE’ ટીમના WPC કાજલબેન વલ્લભભાઇ સોલંકી, તેમજ PC કૌશિકભાઇ મનુભાઇ પટેલે પોતાની ફરજ બજાવી હતી.





