AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા બસપા પાર્ટીનાં આગેવાનોએ અમિત શાહનાં વિરુદ્ધમાં કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને લઈને સંસદ ભવનમાં જે નિવેદન આપવામાં આવ્યુ હતુ.તેને લઈને ઠેરઠેર સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં ડો. બાબાસાહેબનું નામ ફેશન બનાવી આંબેડકર આંબેડકર આંબેડકર બૂમો પાડતા દેખાઇ છે, અને ભગવાનનું નામ લીધુ હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી ગયું હોત.આ વાણી આપીને પોતાની માનસિકતા દર્શાવેલ છે. અને બાબા સાહેબ આંબેડકરનું તેઓએ અપમાન કર્યું છે. દેશ જાણે છે કે એસ.ટી.,એસ.સી.,ઓબીસી સમાજ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભગવાન તરીકે પૂજે છે.એવા અનેક દાવા અને આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.અને ભારતના ગુહમંત્રી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!