વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લોકોનાં આરોગ્ય સાથે જોડાયેલ NEET ની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોય તેવા આક્ષેપો સાથે સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ,વાલીઓ તથા શિક્ષકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ મામલાને લઈને કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.પેપર ફૂટવાના મામલામાં કોંગ્રેસનાં કાર્યકરોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ માંગ કરી હતી. તેમજ હાથમાં પોસ્ટર લઇ ભાજપ હાય હાય ના નારા લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા આહવા પોલીસની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી.અને વિરોધ પ્રદર્શન કરી રહેલ ડાંગ કૉંગ્રેસનાં અગ્રણીઓને ડિટેન કર્યા બાદ મુક્ત કરાયા હતા.