ભરૂચ નગરપાલિકા ખાતે આજ રોજ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં ત્રણ કરોડના સાત વાહનોનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી.જેમાં પાલીકા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકા ખાતે આજ રોજ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં ત્રણ કરોડના સાત વાહનોનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી.જેમાં પાલીકા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
ગાંધીનગર દ્વારા શહેરોની સાફસફાઈ અને આરોગ્ય વ્યવસ્થાને વધુ દૃઢ બનાવવાના હેતુથી ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ અને ગુજરાત શહેરી વિકાસ મિશન, ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને મેનહોલની સફાઈ માટે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વાહનોની ફાળવણી કરવામાં આવી છે.જેમાં ભરૂચ નગરપાલિકાને પણ કુલ સાત વાહનોની ફાળવણી કરાઈ છે.જેમાં શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થાના સુધારા માટે જેટીંગ કમ સકશન મશીન 9,000 લિટર ક્ષમતા ધરાવતા આવા 3 મશીનો માટે કુલ રૂ. 2,02,08, 086નો ખર્ચ કરવામાં આવ્યો છે.ડિ-સીલ્ટિંગ મશીન 20 લિટર અથવા 100 કિગ્રાની ક્ષમતા ધરાવતા 3 મશીનો માટે રૂ. 35,86,020 ખર્ચવામાં આવ્યા છે.જ્યારે મેનહોલ ક્લીનીંગ રોબોટ 12 લિટર 100 કિગ્રા ક્ષમતા ધરાવતો રોબોટ એક ફાળવાયો છે, જેના માટે કુલ રૂ. 67, 00,000ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ વાહનોનું ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા કચેરી ખાતે લોકાર્પણ કરાયું હતું.જેમાં પાલીકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતી,શહેર પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ તમામ સાધનો શહેરોમાં ઝડપી, સુરક્ષિત અને વધુ અસરકારક રીતે સફાઈ કામગીરી માટે મદદરૂપ બનશે. સાથે સાથે મેન્યુઅલ સ્કાવેન્જિંગ જેવી હાનિકારક પ્રથાઓમાંથી છૂટકારો મેળવવામાં પણ આ પગલાં ઉપયોગી સાબિત થનાર છે.



