AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા LCB અને SOG પોલીસની સંયુકત ટીમે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.પોલીસ સ્ટાફનાં માણસોએ સંયુક્ત કામગીરી કરીને આહવા રાણી ફળિયા ખાતેથી ગાંજા – માદક દ્રવ્ય સાથે એકને ઝડપી પાડયો હતો.અને આહવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લા એલસીબીનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજન સહીત પોલીસ સ્ટાફનાં માણસો જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન એલ.સી.બી.પી.એસ.આઈ.કે.જે.નિરંજનને ખાનગી રાહે બાતમી મળેલ કે, શાહરુખ મુસ્તકિમ શાહ(મુળ રહે.જવાહર કોલોની આહવા, હાલ રહે.આહવા રાણીફળીયા તા.આહવા જી.ડાંગ) પોતાની સાસરી રાણીફળીયા ખાતે આવેલ રહેણાંક કબ્જાના મકાનમાં પોતે માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે શાહરુખ મુસ્તકિમ શાહની સાસરી રાણીફળીયા આહવાના રહેણાક ઘરે પોલીસે રેઈડ કરી હતી.ત્યારે વનસ્પતિ જન્ય ભીનો સુકો માદક પદાર્થ (ગાંજો) કુલ નેટ વજન ૦૩૪૪ કિ.ગ્રામ (જે એક ગ્રામ ગાંજાની કિ.રૂ. ૧૦ લેખે કુલ વજન ૦.૩૪૪ કિ.ગ્રામ ગાંજાની કિ.રૂ. ૩,૪૪૦/-) મળી આવેલ હતી.જે બાદ પોલીસે શાહરૂખ શાહની અટકાયત કરી હતી.તેમજ ગાંજાની કિંમત રૂપિયા ૩,૪૪૦/- ના મુદ્દામાલ તથા મોબાઈલ નંગ-૦૧ જેની કિંમત રૂપિયા ૧૦૦૦/- એમ મળી  કુલ કિંમત રૂપિયા ૪,૪૪૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો.અને આહવા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ગુન્હો દાખલ કરી,પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!