વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
દેશભરમાં ચાલી રહેલા ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ આહવા તથા વઘઇ દ્વારા ગ્રામ્ય માર્ગો ઉપર વિવિધ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત ડાંગ દ્વારા આહવા તેમજ વઘઇ તાલુકાના વિવિધ માર્ગો ઉપર માર્ગ સુરક્ષા અને સૌંદર્ય કરણ હેતુથી જંગલ કાપણી તેમજ રોડ સાઇડના વૃક્ષો પર ગેરૂ-ચુના કામગીરી હાથ ધરવામાં આવી છે.પંચાયત માર્ગ અને વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કામગીરીથી માર્ગોના બન્ને બાજુ ઝાડી-ઝાંખર દૂર થવાથી વાહન વ્યવહાર સરળ બનશે તેમજ વરસાદી મોસમમાં અકસ્માતની શક્યતાઓ ઘડશે. સાથે જ માર્ગ પર આવેલી સીડીઓ, રીટર્ન વોલ, પેરાપેટ તથા અન્ય રચનાઓ રોડ સાઇડના વૃક્ષો પર ગેરૂ- ચૂનાનું રંગકામ થવાથી માર્ગો આકર્ષક દેખાશે અને જાહેર સુવિધામાં વધારો થશે.આહવા તાલુકામાં ટાંકલીપાડા-મોટીદબાસ-લહાનદબાસ રોડ તેમજ વઘઇ તાલુકાનાં (૧) કાલીબેલ બરડીપાડા રોડ, (૨) ચિકાર ધોધલપાડા કોશમાળ રોડ, (૩) કાલીબેલ પાંઢનમાળ વાંકન રોડ, (૪) ગિરાધોધ એપ્રોચ રોડ (૫) બોરીગાવઠા ભીલ્યા ડુંગર રોડ, (૬) સુસરદા વિલેજ એપ્રોચ રોડ તેમજ વઘઈ તાલુકાના વિવિધ રોડ પર ઝારી-ઝાખરા કટીંગ, જંગલકટિંગ, ગેરુ-ચૂનો જેવી વિવિધ કામગીરી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેર પી.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પેટા માર્ગ મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેર ટી.આઈ.પટેલ તથા મદદનીશ ઇજનેરની ટીમોમાં પ્રતિકભાઈ ગાવીત તથા રસિક ચૌધરી તેમજ આહવા પેટા વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી.પટેલ તથા મદદનીશ ઇજનેરમાં સાગર ગંવાદે દ્વારા આ કામગીરી કરવામાં આવી રહેલ છે.આ સાથે જ બારખાધ્યા-ખીરમાણી-દગડપાડા-ભૂરભેંડી-પીપલસોંઢા રોડ પર બીટુમીનીયસ પેચ વર્કની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા તથા વઘઇ દ્વારા જેસીબી, ધાસ કાપવાની મશીનરી તથા જરૂરી માનવબળ થતી જરૂરિયાત મુજબની વિવિધ ટીમ અને મશીનરીનો ઉપયોગ કરીને ઝાડી જંગલકટીંની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી અંતર્ગત ઝાડ, પાંદડા, ઘાસ વગેરેને હટાવવાની કામગીરી શરૂ કરવામામાં આવી છે, જેથી વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તેમજ અકસ્માતના બનાવો ન બને. આ કામગીરીમાં રસ્તાની ડામર સપાટી તથા સાઈડ સોલ્ડરમાં ઊગી નીકળેલ ઝાડ, ઘાસ વગેરે અવરોધ ઊભો કરતા ઝાડોને દુર કરવામાં આવી રહ્યા છે. અને હાલમાં સમગ્ર ડાંગ જિલ્લાના વિવિધ રસ્તાઓ ઉપર આ કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે..