“કિરીટ પટેલ બાયડ.
ગામડાઓના વિકાસ માટે જરૂરી પાયાની જરૂરિયાતોમાં સારા રોડ રસ્તા મહત્વની ભૂમિકા ભજવતા હોય છે ખેડૂતો તેમજ અન્ય મજુર વર્ગના લોકોને અવરજવર માટે તેમજ તાલુકા મથક સાથે સતત જોડાયેલા રહેવા માટે સારા રોડ રસ્તા આશીર્વાદરૂપ બનતા હોય છે ખેડૂતોએ પકવેલ ખેત પેદાશોના વેચાણ માટે માર્કેટ યાર્ડ સુધી પહોંચવા માટે સારા રોડ રસ્તા મહત્વની ભૂમિકા ભજવે છે આવા જ એક પ્રજાલક્ષી કાર્ય માટે માલપુર તાલુકાના ગામડાઓને તાલુકામાં તકતી જોડતા રસ્તાઓનું રીસર્ફેસિંગ કામનો શુભારંભ કરવામાં આવ્યો
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા તેમના મત વિસ્તારમાં આવેલ માલપુર તાલુકાના પટેલીયા ના મુવાડા,
ઉભરાણ-ટુણાદર, સખવાણીયા-ટુણાદર, હાથીખાંટ ના મુવાડા અને કોઠીયા એપ્રોચ રોડની રિસરફેસિંગ કામગીરીનો શુભારંભ શુભ મુહૂર્ત સાથે કરવામાં આવ્યો. આ પ્રસંગે સ્થાનિક સરપંચો, તાલુકા સદસ્યો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી, શ્રીફળ વધાવી માર્ગ વિકાસ કાર્યોને પ્રારંભ મળ્યો.
વિશ્વાસપૂર્વક આ માર્ગો વિકાસ માટેના મજબૂત પગથિયાં સાબિત થશે. વિશેષતા એ રહી કે આ પ્રસંગે ગ્રામજનોના ચહેરા પર ખુશીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળ્યો, કારણ કે આ વિકાસ તેમની દૈનિક જીવનશૈલીને વધુ સરળ અને સુગમ બનાવશે. આ સાથે, ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો યોગ્ય ઉકેલ લાવવાની નિશ્ચિતતા વ્યક્ત કરી અને પ્રગતિશીલ ભવિષ્ય માટે સંકલ્પબદ્ધતા દર્શાવવામાં આવી.”