
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસે બાતમીના આધારે આહવાના પટેલપાડા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.અને ગાંજા સહિત 4 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં એસપી પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ.જી.શેખ,સ્પેશ્યલ ઓપરેશન ગૃપ તથા તેમની ટીમ સાથે જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, આહવા પટેલપાડા નવુ કટારીયા શોરૂમની સામે સુપર ઓટોની ગલીમાં પાછળના ભાગે આવેલ ગ્રાઉન્ડમાં જીતેશભાઈ દળવી એ માદક પદાર્થની પડીકીઓ રાખીને છુટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે વનસ્પતિ જન્ય ભીનો સુકો માદક પદાર્થ (ગાંજો) કુલ નેટ વજન ૦.૦૬૧ કિ.ગ્રામ જે એક ગ્રામ ગાંજાની કિ.રૂ. ૫૦/- લેખે કુલ વજન ૦.૦૬૧ કિ.ગ્રામ ગાંજાની કિ.રૂ. ૩,૦૫૦/- ના મુદ્દામાલ તથા મોબાઈલ નંગ-૦૧ જેની ૧૦૦૦/- ગણી કુલ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા ૪,૦૫૦/- સાથે જીતેશભાઇ દળવી ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ આ અંગે આહવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..





