ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ :  ગુજરાત સરકારના SIR અભિયાન અંતર્ગત ઇસરી ગામે બુથ 242 ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાની સમીક્ષા

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ :  ગુજરાત સરકારના SIR અભિયાન અંતર્ગત ઇસરી ગામે બુથ 242 ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાની સમીક્ષા

મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) ને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાએ મેઘરજ તાલુકાના ઇસરી ગામની મુલાકાત લીધી હતી. ઇસરી પ્રાથમિક શાળા ખાતે આવેલ 242 નંબરના બુથ કેન્દ્ર પર પહોંચીને તેમણે BLO સાથે બેઠક યોજી હતી.

મંત્રી એ મતદાર યાદી સુધારણા હેઠળ ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરતાં સૂચના આપી હતી કે તમામ પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય. BLO દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે તેમણે તૃપ્તિ વ્યક્ત કરી હતી અને કાર્ય દરમિયાન આવતી તકલીફો-પડકારો અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાર યાદી વધુ સુવ્યવસ્થિત અને ભૂલરહિત બનવી એ સરકારની પ્રાથમિકતા છે, અને તે માટે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી મહત્વની છે.રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ સમગ્ર જિલ્લામાં SIR અભિયાનને ગતિ મળતી જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!