પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણયાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની પોલીસ ટીમ પ્રોહીબિશન,જુગાર સહીતનાં કેસો શોધવા માટે વોચમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમને ધવલીદોડ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક ટાવેરા ગાડી પસાર થવાની બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે એલ.સી.બી પોલીસની ટીમે દારૂનો જથ્થો ભરેલ ટાવેરા ઝડપી પાડી હતી.અહી એલ.સી.બી પોલીસની ટીમે રૂ. 31,680/- ની કિંમતનો દારૂ અને રૂ. 2,50,000/- ની ટાવેરા ગાડી મળી કુલ રૂ. 2,81,680/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે.ડાંગ LCB પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધવલીદોડ ગામનો શાંતિવનભાઈ રામજીભાઈ દળવી નામનો ઈસમ GJ.15.CA.8581 નંબરની સફેદ કલરની ટાવેરા ફોરવ્હીલ ગાડીમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને માળગા-ધુડા ગામ થઈને ધવલીદોડ ગામે આવવાનો છે.આ બાતમીના આધારે, પોલીસે બે પંચો સાથે ધવલીદોડથી ધુડા ગામ તરફ જતા ‘ચમક્યાના માળ’ તરીકે ઓળખાતી જગ્યાએ રસ્તા પર કોર્ડન કરીને વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી મુજબની ટાવેરા ગાડી આવતા તેને રોકવામાં આવી હતી.ગાડીની તલાશી લેતા તેના પાછળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ખાખી પૂંઠાના બોક્સમાંથી વ્હિસ્કી અને ટીન બિયરની કુલ 216 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 31,680/- આંકવામાં આવી છે.અહી પોલીસે દારૂના જથ્થા સાથે ટાવેરા ગાડી, જેની કિંમત રૂ. 2,50,000/- છે, તે પણ કબ્જે કરી હતી. આમ, કુલ રૂ. 2,81,680/- નો પ્રોહીબીશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.આ પ્રોહીબીશનનો જથ્થો ભરી આપનાર મહારાષ્ટ્ર રાજ્યના વાર્સા ગામના વાઈન શોપના સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે આહવા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
«
Prev
1
/
77
Next
»
ઉમરેઠના લીંગડા આણંદ મુખ્ય માર્ગ પર કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી