AHAVADANGGUJARAT

આજે કરાશે ડાંગ દરબાર નો ઉદ્ઘાટન; આહવાના આંગણે પધારી છે ડાંગ દરબાર ની શાહી સવારી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની ભાતિગળ સંસ્કૃતિનું પ્રતિક એટલે ‘ડાંગ દરબાર’. જે આ વર્ષે તારીખ ૨૬ ફેબ્રુઆરીથી તારીખ ૩ માર્ચ દરમિયાન આહવા ખાતે આયોજિત કરાયો છે.

જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજે એટલે કે તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રંગ ઉપવન ખાતે રાજ્ય મંત્રીશ્રી (રમતગમત, યવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લઘુ, સૂક્ષ્મ, અને મધ્ય ઉધ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરીક ઉડ્ડયન) વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામિતના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લોકસભાના દંડક વ સંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ અગાઉ ડાંગના પાંચ રાજવીશ્રીઓની શોભાયાત્રા કલેક્ટર કચેરી ખાતેથી સવારે ૯:૩૦ વાગ્યે નીકળશે. આ શોભાયાત્રા આહવાના મુખ્ય માર્ગ ઉપર ફરીને રંગ ઉપવન ખાતે પહોચશે. જ્યાં ડાંગ દરબારનું ઉદ્ધાટન કરી રાજવીશ્રીઓના સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

Back to top button
error: Content is protected !!