Jetpur: સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર તરીકે કેળવવાનો પ્રયાસ કરતી જેતપુર નગરપાલિકા

તા.૨૪/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
બોસમિયા કોલેજના ચોગાનને સાફસફાઈ કરીને ચોખ્ખુંચણાક કરાયું
Rajkot, Jetpur; ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અંતર્ગત ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને સાર્થક કરવા ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમને ધ્યાનમાં રાખીને ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન જનભાગીદારી થકી વધુ વ્યાપક બની રહ્યું છે.
જે અન્વયે જેતપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આયોજનબદ્ધ રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે જી.કે. એન્ડ સી.કે. બોસમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચોગાનને સાફસફાઈ કરીને ચોખ્ખુંચણાક કરાયું હતું. આ તકે કચરો એકત્ર કરીને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓને કચરો જ્યાં-ત્યાં નાખવાના બદલે કચરાટોપલીમાં નાખવા અને નિયમિતપણે સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન અપાયું હતું. આમ, જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર તરીકે કેળવવાનો પ્રયાસ કરાયો હતો.





