AHAVADANGGUJARAT

Dang: પવિત્ર શ્રાવણ માસમાં વાસુરણા ખાતે યોજાયો ‘પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર’..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બમ બમ ભોલેના નાદથી ગુંજતા શિવાલયોની સાથે પવિત્ર શ્રાવણ માસમા દંડકારણ્ય ની પાવન ભૂમિ ઉપર, વાસુરણા સ્થિત ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ ખાતે ‘પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર’ સફળતાપૂર્વક સંપન્ન થયો.

જેમા શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શેલર દ્વારા પાંચ દિવસ શિબિરની તાલીમ અપાય. દરમિયાન ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીએ સત્સંગ દરમિયાન “મલિન મન ક્યારેય પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી” તેથી  શ્રાવણ મહિનામા ઉપવાસ દ્વારા તનની શુદ્ધિ સાથે સાધનાથી મનની શુદ્ધિ પણ અતિ મહત્વપૂર્ણ છે. તેમ કહ્યુ હતુ. હેતલદીદીએ એમ પણ ઉમેર્યું હતું કે, ‘શ્રાવણ મહિનામા જેટલુ શિવાલયનુ મહત્વ છે એટલુ જ આ દેહાલયનુ પણ છે. આ દેહ જ દેવાલય છે, શિવાલય છે. એને રોગાલય ન બનાવવુ હોય તો જીવન સાધના ખૂબ જરૂરી છે.’ આ પાંચ દિવસ દરમિયાન સાત્વિક આહાર, સંતુલિત વિચાર, સફળ જીવનશૈલીની વ્યવહારિક તેમજ પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. અલગ અલગ વિશિષ્ટ પ્રતિભા શ્રી યોગેશભાઈ તથા શ્રી એકનાથજી દ્વારા તન, મન અને વિચારોનું શુદ્ધિકરણ ધ્યાન કરાવાયુ. દૂર દૂર મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવેલા સાધકોએ ચિંતામુક્ત, અવસાદમુક્ત થવાની અનુભૂતિ કરી હતી. પ્રકૃતિના સાનિધ્યમા તેજસ્વીની સંસ્કૃતિ ધામમા યુવાનો માટે આગામી શિબિર યોજવાનુ પણ આયોજન કરાયુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ્વી ધનસુખભાઈ, વિશ્વાસભાઈ મોરે,દેવીદાસ મહાલે ઉમેશ દુસાની,ગિરીશ એવલા અને એકનાથ ભાઈ એ ખુબ જહેંમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!