AHAVADANGGUJARAT

Dang: વઘઇના અંતરીયાળ ગામોમાં BSNLનેટવર્કના કારણે ગરીબોનું અનાજ સસ્તા અનાજની દુકાનો સુધી પોહચતુ નથી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામડાઓ આજે પણ ડીજીટલ યુગનાં વિકાસ માટે ફાંફા મારી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓમાં બીએસએનએલની અસુવિધાઓથી ગરીબોને વલખા મારવાની નોબત ઉઠી છે.ડાંગ જિલ્લામાં અનાજ ભરેલ ટ્રક વઘઈ તાલુકાનાં ઝાવડા ગામ ખાતે  સસ્તા અનાજની દુકાન પર જવા માટે નીકળે છે.પરંતુ સરકાર દ્વારા જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવેલ હોય જોકે બી.એસ.એન. એલ.સાથે જોડાયેલ આ જીપીએસ સિસ્ટમ ન ચાલતી હોવાનાં કારણે સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પણ પહોંચી શકતુ ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.કારણ કે દુકાનની આસપાસ 100 મીટરના એરિયામાં કનેક્ટિવિટી આવતી નથી જેના કારણે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની અંદાજે 80% જેટલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો હજુ સુધી પહોંચી શક્યો નથી. અને મહિનાનાં આખર 11 દિવસ બાકી છે.ત્યારે સંચાલકો ગરીબ પ્રજાને અનાજ કઈ રીતે આપે તે પ્રશ્ન બની ગયો છે.સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે સસ્તા અનાજની દુકાનની સેવા આપેલ છે.ત્યારે આ સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પહોંચાડતી ટ્રકમાં જીપીએસ સિસ્ટમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ જીપીએસ સિસ્ટમ બી.એસ.એન.એલ.સાથે જોડાયેલ છે. પરંતુ ડાંગ જિલ્લામાં મોટાભાગના ટાવરો સમયસર ચાલતા નથી અથવા બંધ હાલતમાં પડી ઘણા દિવસો સુધી ખોટકાઈ જાય છે.જેના પગલે સસ્તા અનાજની દુકાનની આસપાસ 100 મીટરના એરિયામાં કનેક્ટિવિટી આવતી નથી. જેના કારણે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની અંદાજે 80% જેટલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી.ત્યારે આ મહિનામાં ડાંગ  જિલ્લાના વઘઇ તાલુકાનાં અંતરીયાળ ગામડાઓમાં સસ્તા અનાજ ની દુકાન સંચાલકો દ્વારા વિતરણ કઈ રીતે કરવું તે પ્રશ્ન બની ગયો છે. મહિનાના 11 દિવસ બાકી છે અને તેમાંય જો સર્વર ધીમો ચાલે તો કનેક્ટિવિટી બંધ રહે કે વીજ પાવર બંધ રહે તો દુકાનદારો કાર્ડ ધારકોને કેવી રીતે અનાજ વિતરણ કરી શકે તે પ્રશ્ન સતાવી રહ્યો છે.તેમજ આ મામલે ડાંગ તથા જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિને પણ રજૂઆત કરવામાં આવેલ છે.જોકે હજુ સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવેલ નથી.ત્યારે આ સમસ્યાને લીધે અનાજ ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઊભી રહેવા માટે મજબૂર બની છે. ડાંગ જિલ્લામાં ટાવરના અભાવે સસ્તા અનાજ ની દુકાને સુધી અનાજનો પુરવઠો પણ પહોંચી શક્યો નથી જે વહીવટી તંત્ર માટે ઘણી શરમજનક બાબત કહી શકાય તેમ છે.અનાજનો પુરવઠો હોવા છતાં પણ જો ગરીબ પ્રજાને અનાજ ન મળી શકે તો આ તંત્રની બેદરકારી નહીં તો શું કહી શકાય.ત્યારે આ સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે..

Back to top button
error: Content is protected !!