વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા પી.એમ. ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ જામલાપાડા-રંભાસ, ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં જીવંત પ્રસારણ થકી પશુપાલક ગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ધન ધાન્ય યોજના હેઠળ જીવંત પ્રસારણ થકી પશુપાલક ગોષ્ટીનું આયોજન ફાર્મેર પ્રોડ્યુસર કંપની લીમીટેડ દ્વારા ગામ-જામલાપાડા-રંભાસ, તાલુકા-વઘઈ, જીલ્લા-ડાંગ ખાતે આયોજિત કરવામાં આવ્યુ હતો. આ કાર્યક્રમમાં કુલ ૫૪ પશુપાલકોએ ભાગ લીધો હતો જેમાં ૪૫ પુરુષ અને ૦૯ મહિલા પશુપાલકોનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમ માં ડૉ. મહેશ માઢવાતર (મદદનીશ પ્રાધ્યાપક), ડૉ. ઉત્સવ સુરતી (મદદનીશ પ્રાધ્યાપક) અને ડૉ. એસ. બી. કાપડી (પશુચિકીત્સા અધિકારી) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ડૉ. રાણા રણજીત સિંહ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. એમ. એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.