અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં 1 વર્ષમાં 3 તાલુકા વિકાસ અધિકારીઓ ની બદલી, ભ્રષ્ટાચાર વધશે કે પછી ઘટશે…? નવીન અધિકારી માટે પડકાર
અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મનરેગાના કામો હોય કે પછી રોડ રસ્તાના કામો થી લઇ સિંચાઈના કામો હોય જ્યાં તાલુકા લેવલ થી થતા કામોમાં કેટલીક વાર ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠતી હોય છે અને આ બાબતે અધિકારીઓ ની નિષ્ક્રિયતા ને કારણે દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર વધતો હોવાની ચર્ચાઓ હવે ચારેકોર જામી છે
મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમય થી તાલુકામાં થતા વિવિધ કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના કામો સામે આવ્યા છે છતાં આ બાબતે છેલ્લા એક બે વર્ષથી તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા જવાદાર વ્યક્તિઓ સામે કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી અને એક વર્ષમાં એક પછી એક એમ ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓ ની બદલી થતા ચર્ચાનો વિષય બન્યો છે જેમાં તપન ત્રિવેદી પછી ગોવિંદભાઇ પટલે અને બેલાબેન પટેલ આ ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓ ની બદલી થઇ છે હવે નવીન આવેલ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના પ્રશ્નો કેટલા પડકાર રૂપ સાબિત થાય છે તે હવે જોવાનું રહ્યું બીજી તરત તાલુકાના વિકાસના કામોમાં થતો ભ્રષ્ટાચાર વધશે કે પછી ઘટશે…? એ પણ એક સવાલ છે કેમ કે છેલ્લા એક બે વર્ષમાં થયેલા વિકાસના કામોની નવીન આવેલા તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે તો પણ થયેલ કામો અંગેની જાણકારી મળી શકે તેમ છે. હાલ તો એક વર્ષ માં ત્રણ તાલુકા વિકાસ અધિકારીની બદલીઓ થતા મેઘરજ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે