AHAVADANGGUJARAT

ડાંગ પોલીસ પરિવાર આયોજીત નવરાત્રિ ઉત્સવમાં આદ્યશક્તિની આરાધના સાથે સમાજસેવાનું અનોખું સંયોજન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજીત નવરાત્રિ ઉત્સવમાં માત્ર આદ્યશક્તિની આરાધના જ નહીં, પરંતુ સમાજસેવા અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા એક નવી પહેલ ઉભી કરવામાં આવી છે.સતત ત્રીજા દિવસે ગરબા અને રાશ ખૈલેયાઓ ઝૂમી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી. પાટીલ અને જયદીપ સરવૈયાની આગેવાની હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોનો સહયોગ લેવામાં આવ્યો છે.ત્યારે નવરાત્રી ઉત્સવ દરમિયાન માતાજીની પૂજાની સાથે મહિલા સશક્તિકરણ હેઠળ ઘરેલુ હિંસા વિરુદ્ધ જાગૃતિ કેળવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન,
લોકશાહીમાં ભાગીદારી ના હેતુથી મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનું સુરક્ષિત ભવિષ્ય માટે બાળકોના જાતીય શોષણ સામે લડવા માટે જાગૃતિ,
પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સલામતી માટે વિશેષ વ્યવસ્થા,
કુપ્રથાઓનો નાશ માટે ડાંગ જિલ્લામાં ચાલતી કુપ્રથાઓને નાબૂદ કરવા માટે સમાજને જાગૃત કરવા,
નશામુક્તિ અને ટ્રાફિક જાગૃતિ હેઠળ નશા અને ટ્રાફિકના ખતરાઓથી બચવા માટે જાગૃતિ,
આદિવાસી સંસ્કૃતિનું સંવર્ધન માટે ડાંગ જિલ્લાની આદિવાસી ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવા માટેના કાર્યક્રમો, ડિજિટલ સુરક્ષા ના હેતુથી સાયબર ક્રાઇમથી બચવા માટે જાગૃતિ વગેરે મુદ્દાઓને લઇને પણ નવરાત્રી દરમિયાન ડાંગ પોલીસ દ્વારા કાર્યક્રમ યોજી લોક જાગૃતિ ફેલાવવામાં આવે છે.તેમજ તેમા નિ: શુલ્ક પ્રવાહની સુવિધા આપવામાં આવેલ છે.આમ, ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રિનો ઉત્સવ સમાજસેવા અને જાગૃતિનાં કાર્યોની સાથે સક્રિય ભાગીદારી તેમજ રાશ ગરબાઓનાં આયોજન થકી સફળ સંસ્કૃતિની ઝાંખી પુરી પાડી રહ્યો છે..

Back to top button
error: Content is protected !!