AHAVADANGGUJARAT

ડાંગ પોલીસની માનવીય સંવેદના:-એસ.ઓ.જી.એ બે વર્ષના બાળકને તેની માતા સાથે કરાવ્યુ મિલન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લાનાં સ્પેશીયલ ઓપરેશન ગૃપ (SOG) દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરતા, મહારાષ્ટ્રથી આહવા લવાયેલા એક ૨ વર્ષના માસૂમ બાળકને શોધી કાઢી, ચાઇલ્ડ વેલ્ફર કમીટીના સહયોગથી તેની માતાને સોંપવામાં આવ્યું છે.આ ઘટનાની વિગત મુજબ,  ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ કાર્યરત હતી. તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા માહિતી મળી હતી કે, આહવા ખાતે રહેતી એક મહિલા છેલ્લા એક અઠવાડિયાથી આશરે ૨ વર્ષના બાળકને પોતાના ઘરે લાવી છે.અને તેની સંભાળ રાખી રહી છે.આ બાબત શંકાસ્પદ જણાતા, એસ.પી. પૂજા યાદવની સૂચનાથી એસ.ઓ.જી. પી.એસ.આઈ. એમ.જી. શેખના નેતૃત્વમાં એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી.પોલીસ ટીમે આહવા ખાતે તપાસ કરતા મહિલા પાસેથી બાળક મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ બાળક મહારાષ્ટ્ર રાજ્યમાંથી લાવવામાં આવ્યું છે.તપાસના ચક્રો ગતિમાન કરી પોલીસ ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને બાળકની અસલ માતાને શોધી કાઢી હતી. બાળકની માતાએ પોલીસને જણાવ્યું કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તે બાળકની યોગ્ય સારસંભાળ રાખી શકે તેમ નહોતી. આથી, તેણે આહવા રહેતા તેના સંબંધીઓનો સંપર્ક કર્યો હતો અને પોતાની મરજીથી બાળક તેમને સોંપ્યું હતું.ગઇ તા. ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ, પોલીસ દ્વારા બાળકની માતાને ડાંગ લાવી બાળક સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સાથે સંકલન સાધીને જરૂરી કાઉન્સિલિંગ કર્યા બાદ બાળકને વિધિવત રીતે તેની માતાને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!