પાટડી તાલુકાના ઝીંઝુવાડા રાજબાઇ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓ!
તા.03/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઝીંઝુવાડા રાજબાઇ માતાજીની પંદરમી તિથિ મહોત્સવ-૨૦૨૪ યોજનાર હોય તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે રાજલ છોરું અને રાજબાઈ માતાજીના સેવકોને રાજબાઇ માતાજીનાં તેડું કંકોત્રી મોકલવામાં આવી છે માતાજીનાં ગુણગાન ગાતા જણાવ્યું છે કે મા તમે ભલેને ઓઢીયો રે રૂડો ભેળીયો ઈ ભેળીયા માં સમાયો સઘળો સંસાર રે ઉદાની રાજલ અરજ સુણીનેં વહેલા આવજો! રાજલ છોરુંની વિનવણી નેં જગતની જગદંબામાં રાજલ ત્રણ સાદે બંધાયેલીમાં રાજલ દોડતાં આવે કરવા છોરૂ નાં કામ તેમાં રાજલનાં આગામી તારીખ ૧૧-૬-૨૦૨૪ નાં રોજ ઝીંઝુવાડા રાજબાઇ માતાજી મંદિરનાં સાનિધ્યમાં પંદરમો તિથિ મહોત્સવ યોજાય રહ્યો છે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના ભક્તજનો અને રાજલ છોરૂને મા રાજલ નું તેડું આવ્યું છે તેવી કંકોત્રી મોકલવામાં આવી રહી છે અખિલ બ્રહ્માંડ વ્યાપી સમગ્ર સૃષ્ટિમાં પરા શક્તિ સ્વરૂપા રાજબાઈમાં સર્વેના આરાધ્ય દેવી એવા રાજબાઈમાં વિશ્વ મધ્યે બિરાજમાન છે ત્યારે જેમનું એક સ્થાન ઝિંઝુવાડામાં આવેલું છે જ્યાં શ્રી રાજબાઈ માતાજીનાં ટ્રસ્ટ દ્વારા આગામી વિક્રમ સવંત ૨૦૮૦ જેઠ સુદ પાંચમ ને મંગળવાર તારીખ ૧૧-૬-૨૦૨૪ નાં રોજ સાલગીરી આંગી મહોત્સવ પ્રસંગ યોજનારો છે જેમાં રાજબાઈ માતાજીના મંદિર અને ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ૫-૩૦ કલાકે મહા આરતી, ધ્વજારોહણ, યજ્ઞ હવન એમ ત્રિવેણી સંગમ જેવા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરેલું છે યજ્ઞ વિધિ સવારે ૮-૩૦ કલાકે શરૂ થશે અને બપોર બાદ ચાર વાગ્યે પૂર્ણ આવતી થશે સવારે ૮-૦૦ કલાકે માતાજીની શોભાયાત્રા રાજબાઈ માતાજીના મંદિરેથી નીકળીને ઝિંઝુવાડા નગરમાં ફરીને નિજ મંદિરે પરત ફરશે સવારે સંતો મહંતોનું અને આઈમાની સ્વાગત વિધી થશે જ્યારે સાંજે ૬-૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ૮-૦૦ કલાકે લોકડાયરોનું આયોજન છે જેમાં ડાયરાનાં પ્રખ્યાત કલાકારો રાજભા ગઢવી સાહિત્યકાર, સાગરદાન ગઢવી, હરિભાઈ ગઢવી ભજનીક, કિંજલબેન લોકગાયક, શ્રીકુસા મહારાજ સ્ટેજ સંચાલક કરશે આ દિવ્ય પ્રસંગેમાં ભગવતી આઈ શ્રી દેવલમાં બલિયાવડ- જુનાગઢ, માં ભગવતી આઈ શ્રી કમઇમાં નાની ખાખર કચ્છ, સંત શ્રી ભરતગીરી બાપુ મોટીચંદુર, સંત શ્રી ભગવતનંદન બાપુ નડેશ્વર ધામ-ઝીંઝુવાડા, શ્રી નિત્યાનંદ બાપુ વીસાવડી જેવાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે આ ધાર્મિક સમારોહનેં સફળ બનાવવા માટે સહયોગી એવા શ્રી રાજ વનવિરસિંહ ઝાલા પરિવાર ઝીંઝુવાડા ચૌવીસી, સમસ્ત ઝીંઝુવાડા ગામ, શ્રી વચ્છરાજ બેટ અને ગૌશાળા ટ્રસ્ટ ઝીંઝુવાડા, સમસ્ત ધંધુકિયા ગામ, શ્રી સમસ્ત બનાસકાંઠા, પાટણ જીંજુવાડિયા સોની પરિવાર, સમસ્ત ઝીંઝુવાડીયા શ્રીમાળી સોની પરિવાર, સમસ્ત દસાડીયા ભાવસાર પરિવાર, સમસ્ત લકુમ પરિવાર, સમસ્ત વોરા પરિવાર, સમસ્ત ધ્રુવ પરિવાર, સમસ્ત ઘોડા પરિવાર, સમસ્ત લાભાર્થી પરિવાર અને આઇ શ્રી રાજ રાજેશ્વરી મંદિર ટ્રસ્ટ ઝિંઝુવાડા આમંત્રિત પરિવાર સહ પરિવાર સહિત ભારે ઉત્સાહ પૂર્વક જહેમત ઉઠાવી રહ્યા છે.