
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અડાઆઠમ પ્રજાપતિ સમાજનો દ્વિતીય સ્નેહ મિલન અને સન્માન સમારોહ ગાયત્રી મંદિર શામળાજી ખાતે યોજાયો
શામળાજી વિભાગ અડાઆઠમ પ્રજાપતિ સમાજનો દ્વિતીય સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ શિલ્પાબેન બી.પ્રજાપતિ (કોર્પોરેટર નગરપાલિકા,મોડાસા) ના અધ્યક્ષ સ્થાને યોજાયો. ઉદ્ઘાટક શામળભાઈ અને રામાભાઇ તથા મુખ્ય મહેમાનો શારદાબેન,ભૈયાલાલ,ખેમાભાઈ અને ભીખાભાઈ ની પ્રેરક ઉપસ્થિતિ રહી. સમાજના નવનિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓને પાણીની સ્ટીલની બોટલ, શાલ અને ફૂલહારથી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સમાજના ધોરણ 10,12, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન તથા વિવિધ કલા અને રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું પણ ફોલ્ડર ફાઈલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.સમાજના વડીલ ખેમાભાઈ પ્રજાપતિ તરફથી સમાજના 75 વર્ષ થી ઉપરના વડીલોને શાલ ઓઢાડી વય વંદના કરવામાં આવી. પ્રજાપતિ ગીરીશભાઈ અને રામાભાઇએ સમાજને સંગઠિત બની આગેકુચ કરવા આહવાન કર્યું હતું.ઉપપ્રમુખ નરેશભાઈ અને શિક્ષણ કન્વીનર રમેશભાઈએ સમાજને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા મીઠી ટકોર કરી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. સમાજના આગામી છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવ માટે પણ વિવિધ આયોજન અને જાહેરાત કરવામાં આવી. સમાજના માજી પ્રમુખ શામળભાઈએ નવીન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સમાજના સૌ સ્વજનોએ સવારે ચા નાસ્તો અને કાર્યકમ પૂર્ણ કર્યા બાદ સામૂહિક ભોજન આરોગ્ય હતું. મંત્રી ભીખાભાઈએ આભાર વિધિ માં સૌ સલાહકાર અને કારોબારી સમિતિની તથા સૌ કોઈનો આભાર માન્યો હતો.સમગ્ર કાર્યક્રમના ઉદઘોષક તરીકે સફળ સંચાલન વિશાલ પ્રજાપતિએ કર્યું હતું..




