KALOL(Panchamahal)PANCHMAHAL

એરાલ ગામે MGVCL ના બે કર્મચારીઓ ઉપર વીજ બીલ પાવતી બાબતે પાઈપ વડે હુમલો કરતા જમણા હાથે ફેક્ચર

 

તારીખ ૨૪/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એમજીવીસીએલ સબ ડિવિઝન વેજલપુર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વનરાજભાઇ વેચાતભાઈ મછારે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવેલ કે તેમના ડે .એન્જિનિયર દ્વારા કાલોલ તાલુકાના એરાલ ગામમાં બાકી પડતા લાઈટ બીલ ની ઉઘરાણી જવા માટે લેખિત મા હુકમ આપતા તેઓ શનિવારે આસિસ્ટન્ટ લાઇનમેન તેરસિંહભાઈ વાઘજીભાઇ ચરપોટ સાથે મોટરસાયકલ ઉપર ગયા હતા. જ્યા નવાપુરા ફળિયામાં બે ગ્રાહકોના નાણા રોકડા લઈને પાવતી આપી હતી ત્યારબાદ સવારે સવા દસ વાગ્યે મહેશભાઈ ના ઘરની બાજુમાં રહેતા એક ઈસમ આવ્યા હતા અને કહેવા લાગ્યા કે મારે ઓનલાઈન બીલ ભરવુ છે જેથી ફરિયાદી એ જણાવેલ કે ઓનલાઈન બીલ ભરો તો તમારા મોબાઈલમાં જે પાવતી આવે તે અમારી પાવતી જ છે તેવુ જણાવ્યું જેથી આવનાર ઈસમ રમેશભાઇ બળવંતભાઈ બારિયા કહેવા લાગ્યા કે હુ ઓનલાઈન બીલ ભરુ તો તમે મને MGVCL ની પાવતી આપો તેવુ કહેતા ફરીથી ઓનલાઈન બીલ ની પાવતી અમે આપી શકીએ નહીં તેવુ કહેતા જ તે ઉશ્કેરાઈ જઈને માબેન સમાણી ગંદી ગાળો બોલી તમે અહીંથી નીકળી જાઓ નહોતી તમને જાનથી મારી નાખીશ તેમ કહીને તે પોતાના ઘરે ગયેલ અને હાથમાં લોખંડની પાઈપ લઈને આવ્યો ત્યારે તેરસિંગ ભાઈને માથામાં પાઈપ મારવા જતા તેઓએ પોતાના હાથ માથા ઉપર લઈ માથાનો બચાવ કરતા તેમના જમણા હાથમાં કોણી ના ભાગમાં પાઈપનો ફટકો મારતા તેમને ફેક્ચર થઈ ગયેલ અને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા ત્યારે પાઇપ લઈને તે ફરિયાદી વનરાજભાઈને જમણા અને ડાબા પગ ઉપર સાથળના ભાગે બે ત્રણ ફટકા મારી દીધા હતા અને ગાળો બોલતા બોલતા નીકળી ગયો હતો જે બનાવ બાબતે ડે એન્જિનિયર ને ફરિયાદીએ મોબાઈલ થી જાણ કરી હતી જેથી તેઓએ પોલીસને જાણ કરતા અડાદરા આઉટ પોસ્ટ નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હુમલો કરનાર ઈસમ વિષે આસપાસ પુછતા તેનુ નામ જણાવા મળ્યુ હતુ જે બાદ ૧૦૮ મા ગોધરા સિવિલ હોસ્પિટલમાં બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ સરકારી ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર રમેશભાઈ બળવંતભાઈ બારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

 

 

Back to top button
error: Content is protected !!