
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનનાં પીઆઇ.આર.એસ.પટેલ તથા સાપુતારા પોલીસ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખુબ ઉંચા વ્યાજનાં વિષ ચક્રમાં ફસાઇ નહિ અને ગેરકાયદેસર વ્યાજવટાવ પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ગેરકાયદેસર લોન ધિરાણ કરનાર વ્યાજખોરોથી લોકો સાવચેત રહે તથા લોન બાબતે માર્ગદર્શન મળી રહે તેમજ સાયબર ફ્રોડ જેવા ક્રાઈમ અટકાવવા માટે SBI બેંક શામગહાન સાપુતારા ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલ તથા શામગહાન એસ.બી.આઈ બેંકનાં મેનેજર દ્વારા લધુ અને સુક્ષ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ઉદ્યોગ ચાલુ કરવા માટે સરકારી વ્યાજ દરે મળતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજનાની સમજ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.તેમજ જરૂરીયાતમંદ ગ્રામ્ય વિસ્તારનાં કુલ 12 કારીગરોને કુલ રૂપીયા 3,00,000/- (ત્રણ લાખ રૂપીયા) ની લોન અપાવવા માટે બેંકમાં પ્રપોઝલ પણ કરવામાં આવ્યુ હતુ.ત્યારે સાપુતારા પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.તેમજ લોકોએ સાપુતારા પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.





