વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના શોખાડા ગામ ખાતે રહેતા 36 વર્ષીય પરેશભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ પરિવાર સાથે કાર લઈ વડોદરાથી ઈગતપૂરી ખાતે ગયા હતા.અને તેમની કાર રજી.નં.GJ -06-PB-1820 માં ડ્રાઇવર સાથે 6 વ્યક્તિઓ અને બે નાના બાળકો સવાર હતા.ઈગતપૂરીથી ફરતા ફરતા તેઓ નાસિક ખાતે રોકાયા હતા.અને પછી સાપુતારા ખાતે જવા નીકળ્યા હતા.જેમાં આજરોજ સાપુતારાનાં ટેબલ પોઇન્ટ ઉપર ચઢતી વખતે કારનો અચાનક બ્રેક ફેલ થઈ જતા કાર રિવર્સમાં નીચે ઉતરી આવી ખીણમાં ખાબકી હતી.અહી પ્રવાસી કાર ખીણમાં ખાબકી પથ્થર તથા ઝાડી ઝાંખરામાં અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી.આ બનાવની જાણ સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાને થતા તેઓએ તુરંત જ નજીકમાં રહેલ હોમગાર્ડની ટીમને સૂચના આપતા હોમગાર્ડનાં જવાનોમાં અશોકભાઈ રામજીભાઈ ગવળી અને હાજર પ્રવાસીઓએ ભેગા મળીને કારમાંથી સવાર લોકોને બહાર કાઢ્યા હતા.જોકે અકસ્માતનાં બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.જ્યારે કારને જંગી નુકસાન થયુ હતુ..