
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે મરણ જનાર દાદાના હિસ્સાના છ લાખ રૂપિયાનો ભાગ માંગવા મામલે પૌત્ર વહુ તથા પૌત્રી,દીકરા વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો.જે બાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને બંને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શામગહાન ગામ ખાતે રહેતા ગીતાંજલિબેન ચંદુભાઈ ઠાકરેના દાદા સાહેબરાવ ઠાકરે મરણ ગયેલ હોય અને તેમના બેંક ખાતામાં છ લાખ રૂપીયા આવતા, તે રૂપિયા રાજુભાઈ સાહેબરાવ ઠાકરે એ ઉપાડેલ હતા.અને છ લાખ રૂપિયાનો ભાગ માગવા બાબતે ગીતાંજલિ તથા પરિવારના સભ્યો અને રાજુભાઈ સાહેબરાવ ચૌધરી તથા અર્જુન રાજુભાઈ ચૌધરી અને અંજના અર્જુનભાઈ ચૌધરી વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવા પામ્યો હતો.તેમજ બંને પક્ષો વચ્ચે લાકડાના ડંડા વગેરે વડે મારામારી થઈ હતી.અને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં મરણ જનાર સાહેબરાવ ઠાકરેની પૌત્રી ગીતાંજલી ઠાકરે એ રાજુભાઈ સાહેબરાવ ચૌધરી, અર્જુન રાજુભાઈ ચૌધરી અને અંજના અર્જુનભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અને મરણ જનાર સાહેબરાવ ઠાકરેની પૌત્રવધુ એ ક્રિષ્ના ચંદુભાઈ ઠાકરે,ગીતાંજલિ ચંદુભાઈ ઠાકરે,ચંદુ સાહેબરાવ ચૌધરી,પીન્ટુ ઉર્ફે પ્રવીણભાઈ સાહેબરાવ ઠાકરે ,નંદકિશોર ચંદ્રકાંતભાઈ ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આમ, સાપુતારા પોલીસ મથકે બંને કૌટુંબિક પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..



